RBI Rule: ભારતના તમામ બેંક ખાતાધારકો માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મોટું એલર્ટ જાહેર કર્યું છે. હવે દરેક ખાતાધારકે પોતાનું KYC (Know Your Customer) સમયસર અપડેટ કરવું જરૂરી છે. જો તમે KYC અપડેટ નહીં કરો તો તમારું બેંક ખાતું ડિએક્ટિવેટ થઈ શકે છે અને ટ્રાન્ઝેક્શન કરવાનું મુશ્કેલ બની શકે છે.
ક્યારે અને ક્યાં કરવું છે KYC અપડેટ ?
RBI એ સમગ્ર દેશમાં 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી ખાસ અભિયાન શરૂ કર્યું છે.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેલા લોકો તેમના નજીકની ગ્રામ પંચાયત કેમ્પ માં જઈને KYC અપડેટ કરી શકે છે.
- શહેરી વિસ્તારમાં રહેતા ખાતાધારકોને બેંકની નજીકની બ્રાંચ પર જવું પડશે.
કયા દસ્તાવેજોની જરૂર પડશે?
KYC અપડેટ કરવા માટે નીચે પૈકીનો કોઈ એક માન્ય દસ્તાવેજ સાથે રાખવો જરૂરી છે:
- આધાર કાર્ડ
- મતદાર ઓળખપત્ર (Voter ID)
- પાસપોર્ટ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- મનરેગા જોબ કાર્ડ
જો તમારી વ્યક્તિગત વિગતોમાં કોઈ ફેરફાર ન થયો હોય તો તમે માત્ર સેલ્ફ ડિક્લેરેશન આપી ને પણ KYC અપડેટ કરી શકો છો.
શા માટે જરૂરી છે KYC અપડેટ?
- જો તમે સમયસર KYC અપડેટ નહીં કરો તો તમારું ખાતું ફ્રીઝ થઈ શકે છે.
- ATM, UPI, નેટ બેંકિંગ જેવી સુવિધાઓ તાત્કાલિક બંધ થઈ શકે છે.
- કોઈપણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવામાં મુશ્કેલી આવી શકે છે.
- RBI અને બેંક બંને માટે ગ્રાહકોની ઓળખ ચકાસવી જરૂરી છે જેથી છેતરપિંડી અટકાવી શકાય.
RBI ની સલાહ
RBI ગ્રાહકોને WhatsApp, SMS અને સોશિયલ મીડિયા દ્વારા સતત સૂચના આપી રહ્યું છે. જો તમને બેંક તરફથી Re-KYC નો મેસેજ મળ્યો હોય તો તેને અવગણશો નહીં અને તરત જ જરૂરી દસ્તાવેજ સાથે કેમ્પ કે બ્રાંચમાં જઈને પ્રક્રિયા પૂર્ણ કરો.
Read more-Gold Price Today: અમદાવાદ, મહેસાણા અને પાટણમાં 24K અને 22K સોનાના નવા ભાવ જાહેર