SBI Clerk Bharti 2025: ગ્રેજ્યુએટ માટે એસબીઆઇ બેન્કમા નોકરી, આજે જ કરો અરજી

SBI Clerk Bharti 2025: ગ્રેજ્યુએટ માટે એસબીઆઇ બેન્કમા નોકરી, આજે જ કરો અરજી

SBI Clerk Bharti 2025: બેંકમાં નોકરી કરવાનું સપનું જોતા યુવાઓ માટે મહત્વની ખબર છે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) દ્વારા ક્લાર્ક (Junior Associate – Customer Support & Sales) પદો પર મોટી ભરતી ચાલી રહી છે. આ ભરતી માટેની અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 26 ઓગસ્ટ 2025 છે. જો તમે હજી સુધી ફોર્મ નથી ભર્યું, તો વિલંબ કર્યા વિના તાત્કાલિક અરજી કરી શકો છો. આજ પછી એપ્લિકેશન વિન્ડો બંધ થઈ જશે.

કુલ જગ્યાઓ

આ ભરતી હેઠળ 5180 રેગ્યુલર પદો તથા 1409 બેકલોગ પદો મળી કુલ હજારો જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી થવાની છે.

લાયકાત

ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરી છે.

સાથે સાથે ઉમેદવારને લોકલ ભાષાનું જ્ઞાન હોવું જોઈએ

ઉંમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ન્યૂનતમ 20 વર્ષ અને અધિકતમ 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટ આપવામાં આવશે. ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2025 સુધી માન્ય રહેશે.

કેવી રીતે કરશો અરજી ?

  • સૌપ્રથમ ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ sbi.co.in અથવા ibpsonline.ibps.in/sbijajul25/ પર જવું પડશે.
  • “New Registration” પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરવું.
  • ત્યારબાદ ફોટો, સહી તથા અન્ય વિગતો અપલોડ કરવી.
  • જરૂરી હોય તો અરજી ફી જમા કરાવવી.
  • ફોર્મ સબમિટ કર્યા બાદ તેનો પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખવો.
  • પ્રિન્ટ લેવા માટેની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2025 છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોને પ્રથમ પ્રિલિમ પરીક્ષા આપવી પડશે. તેમાં સફળ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા (Mains) માટે બોલાવવામાં આવશે. અંતે લૅન્ગ્વેજ પ્રોફિશિઅન્સી ટેસ્ટમાં સફળતા મેળવ્યા બાદ જ અંતિમ પસંદગી કરવામાં આવશે.

Read more – ગુજરાત કૃષિ યુનિવર્સિટી ભરતી 2025 : Laboratory Technician અને Assistant માટે સીધી તક, મળશે ₹40,800 પગાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top