SBI PO Prelims 2025 : 6.5 લાખ ઉમેદવારો માટે મોટી ખબર, જલ્દી આવશે પરિણામ

SBI PO Prelims 2025 : 6.5 લાખ ઉમેદવારો માટે મોટી ખબર, જલ્દી આવશે પરિણામ

SBI PO Prelims 2025 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં પ્રોબેશનરી ઓફિસર (PO) બનવાનું સપનું લાખો ઉમેદવારો જુએ છે. હાલ તમામની નજર SBI PO પ્રિલિમ્સ પરીક્ષા 2025ના પરિણામ પર છે. બેંક તરફથી સંકેત મળી રહ્યો છે કે પરિણામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારો તેને સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જોઈ શકશે.

ક્યારે લેવામાં આવી હતી પરીક્ષા ?

SBI PO પ્રિલિમ્સ પરીક્ષા 4 અને 5 ઑગસ્ટ 2025ના રોજ દેશભરના વિવિધ સેન્ટરો પર લેવામાં આવી હતી. 100 ગુણની આ પરીક્ષામાં ત્રણ વિભાગ હતા – English Language, Numerical Ability અને Reasoning. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાત થતી હોવાથી ઉમેદવારોને ખાસ સાવધાની રાખવી જરૂરી હતી.

કેટલી જગ્યા અને કેટલા ફોર્મ ભરાયા?

આ વખતે SBI ને કુલ 6,57,850 અરજીઓ મળી છે, જ્યારે ખાલી જગ્યાઓ માત્ર 541 જ છે. પ્રિલિમ્સમાં પાસ થયા બાદ આશરે ખાલી જગ્યાઓની દસ ગણતરી જેટલા ઉમેદવારોને મૈન્સ માટે બોલાવવામાં આવશે. એટલે કે સ્પર્ધા ખૂબ જ કઠિન રહેશે.

પરિણામ ચેક કરવાની રીત

પરિણામ જોવા માટે ઉમેદવારોએ નીચેના પગલાં લેવા પડશે:

  1. સત્તાવાર વેબસાઇટ sbi.co.in ખોલો.
  2. “Career” વિભાગમાં જઈ “Current Openings” પર ક્લિક કરો.
  3. “Probationary Officer Recruitment 2025” પસંદ કરો.
  4. રજિસ્ટ્રેશન નંબર/રોલ નંબર અને પાસવર્ડ કે જન્મતારીખ નાખીને લોગિન કરો.
  5. PDF ફાઇલમાં તમારો રોલ નંબર શોધી પરિણામ ડાઉનલોડ કરો.

હવે આગળ શું ?

પ્રિલિમ્સનું પરિણામ જાહેર થયા બાદ SBI મૈન્સ પરીક્ષાની તારીખ જાહેર કરશે. મૈન્સ પરીક્ષા સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં Objective + Descriptive બંને પ્રકારના પ્રશ્નો આવશે. મૈન્સ પાસ કર્યા પછી ઉમેદવારોને Interview અને Group Exercise માટે બોલાવવામાં આવશે. અંતે ત્રણેય સ્ટેજ પાર કરનારા ઉમેદવારોની જ પસંદગી થશે.

Read more-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top