ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોને નવી ટેક્નોલોજી અને આધુનિક સાધનો સાથે જોડવાનો પ્રયાસ કરતી રહે છે. હવે ખેડૂતોને ખેતી સંબંધિત માહિતી, વાતાવરણ, વરસાદ અને વિવિધ સરકારી યોજનાઓની માહિતી સરળતાથી મળી રહે તે માટે Smartphone Sahay Yojana Gujarat 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર સરકાર દ્વારા સીધી સહાય આપવામાં આવશે.
સ્માર્ટફોન સહાય યોજના શું છે ?
આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર મહત્તમ ₹6000 અથવા 40% જેટલી સહાય આપવામાં આવશે. ખેડૂતો સ્માર્ટફોન ખરીદે ત્યારે તેની કિંમતનો 40% અથવા ₹6000, જે ઓછું હોય તે રકમ સરકાર આપશે.
- જો ખેડૂત ₹6000 નો સ્માર્ટફોન ખરીદે તો તેને ₹6000 સહાય મળશે.
- જો ખેડૂત ₹15,000 નો સ્માર્ટફોન ખરીદે તો તેને મહત્તમ ₹6000 સહાય મળશે.
લાભાર્થી પાત્રતા
- અરજીકર્તા ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ખેડૂત પાસે ખેતીની જમીન હોવી ફરજિયાત છે.
- સંયુક્ત ખાતા હોય તો માત્ર એક જ ખેડૂતને આ સહાય મળશે.
- સહાય માત્ર સ્માર્ટફોન માટે જ આપવામાં આવશે (ઈયરફોન, ચાર્જર વગેરેનો સમાવેશ નહીં થાય).
જરૂરી દસ્તાવેજો
યોજનાનો લાભ લેવા ખેડૂતોને નીચેના દસ્તાવેજોની જરૂર પડશે –
- આધાર કાર્ડની નકલ
- બેંક પાસબુક અથવા રદ ચેક
- 8-Aની નકલ
- ખેડૂતની જમીનનો દાખલો
- ખરીદેલા સ્માર્ટફોનનું મૂળ GST બિલ
- સ્માર્ટફોનનો IMEI નંબર
સ્માર્ટફોન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો
- સહાય માટે ikhedut.gujarat.gov.in પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવી પડશે.
- અરજી કર્યા પછી તાલુકા અધિકારી પાસેથી પૂર્વ-મંજુરી મળશે.
- મંજૂરી મળ્યા પછી 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદવો ફરજિયાત રહેશે.
- બિલ સાથે તમામ દસ્તાવેજો ગામ સેવક/તાલુકા અમલદારને સબમિટ કરવાના રહેશે.
રાજ્યનો લક્ષ્ય
વર્ષ 2025-26 દરમિયાન સરકારનું લક્ષ્ય ગુજરાતના આશરે 1 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ પહોંચાડવાનો છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- હોમપેજ પર “કિસાનો માટે સ્માર્ટફોન યોજના” પર ક્લિક કરો.
- ઓનલાઈન ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અંતે સબમિટ પર ક્લિક કરો.
આ રીતે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે અને તમે Smartphone Sahay Yojana Gujarat 2025 નો લાભ મેળવી શકશો.
Read more-