SSC CGL Exam Cancelled: સરકારી નોકરીની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે મોટો આઘાત – SSC CGL પરીક્ષા અટકાવાઈ

SSC CGL Exam Cancelled: સરકારી નોકરીની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે મોટો આઘાત – SSC CGL પરીક્ષા અટકાવાઈ

SSC CGL Exam Cancelled: ભારત સરકારની સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા લેવાતી Combined Graduate Level (CGL) પરીક્ષા 2025 Tier-I નો પહેલો દિવસ અનેક સેન્ટરો પર ગડબડીઓને કારણે રદ કરવો પડ્યો.

ક્યાં-ક્યાં રદ થઈ પરીક્ષા?

દિલ્હીના ભારતી વિદ્યાનિકેતન પબ્લિક સ્કૂલ
ગુરુગ્રામના MM Public School

અહીં યોજાનારી પરીક્ષાઓ “એડમિનિસ્ટ્રેટિવ રીઝન્સ”ને કારણે રદ કરવામાં આવી હતી. ઉમેદવારોને હવે 24, 25 અને 26 સપ્ટેમ્બરનાં રોજ ફરીથી બોલાવવામાં આવશે.

જમ્મુના ડિજિટલ કમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટર પર પણ પહેલી શિફ્ટ દરમિયાન ટેક્નિકલ ખામીઓ આવી હતી. અહીંના વિદ્યાર્થીઓ માટે નવી તારીખ 26 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

ઉમેદવારોમાં નિરાશા

વિકાસપુરી સેન્ટરના એક ઉમેદવારએ જણાવ્યું કે, “અમારે બે શિફ્ટમાં પરીક્ષા આપવાની હતી, પણ સવારે જ ખબર પડી કે એડમિનિસ્ટ્રેટિવ કારણોસર પેપર રદ છે. ઘણા વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવ્યા હતા, તેમને ખુબ મુશ્કેલી પડી.”

ગુરુગ્રામ સેન્ટરના ઉમેદવારોને તો ઈમેઈલ દ્વારા રીશેડ્યૂલિંગ નોટિસ પણ મોકલવામાં આવી છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે 13 અને 14 સપ્ટેમ્બરનાં પેપર રદ કરવામાં આવ્યા છે અને હવે ઉમેદવારોને દિલ્હી/NCRનાં અન્ય સેન્ટરો પર નવી તારીખે બોલાવવામાં આવશે.

અગાઉ પણ આવી સમસ્યા

આ પહેલીવાર નથી કે SSCની પરીક્ષાઓને લઈને વિવાદ થયો છે. જુલાઈ-ઑગસ્ટ 2025 દરમિયાન યોજાયેલી Selection Post Phase 13 પરીક્ષા દરમિયાન પણ સોફ્ટવેર ક્રેશ, બાયોમેટ્રિક વેરિફિકેશનમાં ખામી, ખોટાં સેન્ટર એલોટમેન્ટ અને અચાનક કેન્સલેશન જેવી સમસ્યાઓ સામે આવી હતી. આ ઘટનાને કારણે હજારો વિદ્યાર્થીઓએ જંતર મંતર અને CGO કોમ્પલેક્સ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

SSCનું કહેવું

SSCના અધ્યક્ષ એસ. ગોપાલકૃષ્ણનએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે, “આ વખતે પ્રથમવાર નવા એજન્સી દ્વારા પરીક્ષા લેવાઈ રહી છે, જેના કારણે ટેક્નિકલ ખામીઓ આવી છે. અમે આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપ્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારની ગડબડીઓ ન થાય એ માટે પગલાં લઈ રહ્યા છીએ.”

SSC CGLનું મહત્વ

SSC CGL ભારતની સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક છે. આ પરીક્ષા દ્વારા કેન્દ્ર સરકારનાં Group B (non-gazetted) અને Group C (non-technical) પદો માટે ભરતી કરવામાં આવે છે. લાખો ઉમેદવારો આ પરીક્ષા દ્વારા સરકારી નોકરીનું સપનું સાકાર કરવા પ્રયત્ન કરે છે.

Read moreToday Petrol-diesel price: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર,ગુજરાતના દરેક શહેરનો તાજો રેટ જાણો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top