ભારત સરકાર દ્વારા 2014માં શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) આજે લાખો પરિવારો માટે દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો સૌથી વિશ્વસનીય વિકલ્પ બની ચૂકી છે. જો તમે તમારી દીકરીના ભવિષ્ય માટે નાની-નાની બચત શરૂ કરવા માંગો છો તો આ યોજના તમને લાંબા ગાળે મોટો ફાયદો આપી શકે છે.
સુકન્યા સમૃદ્ધિ ખાતાની ખાસિયતો
- યોજના ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત છે.
- હાલની વાર્ષિક વ્યાજ દર 8.2% નક્કી કરાઈ છે, જે અન્ય બચત યોજનાઓ કરતાં વધારે છે.
- ખાતું ખોલવા માટે ન્યૂનતમ રકમ માત્ર ₹250 છે અને દર વર્ષે મહત્તમ ₹1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે.
- ખાતાની સમયસીમા 15 વર્ષની છે, પરંતુ વ્યાજ ખાતું પરિપક્વ થવા સુધી (દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી) મળતું રહે છે.
પાત્રતા માપદંડ
- દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- એક પરિવાર પોતાની બે દીકરીઓ સુધી ખાતું ખોલી શકે છે.
- ખાતું માત્ર ભારતીય નાગરિક માતા-પિતા અથવા ગાર્ડિયન જ ખોલી શકે છે.
રોકાણ પર ફાયદો
સુકન્યા સમૃદ્ધિ યોજના સંપૂર્ણ રીતે સરકારી ગેરંટી ધરાવતી યોજના છે. એટલે કે તમારું મૂડીરોકાણ 100% સુરક્ષિત છે. જો તમે લાંબા ગાળે નિયમિત રીતે રોકાણ કરો તો દીકરીના લગ્ન, શિક્ષણ કે ભવિષ્યના મોટા ખર્ચ માટે 74 લાખ રૂપિયા સુધીનું ફંડ તૈયાર થઈ શકે છે.
ખાતું કેવી રીતે ખોલવું ?
- નજીકના પોસ્ટ ઓફિસ પર જાઓ.
- જરૂરી દસ્તાવેજો (જન્મ પ્રમાણપત્ર, ઓળખ પુરાવો, સરનામાનો પુરાવો વગેરે) સાથે ફોર્મ ભરો.
- વેરિફિકેશન પછી ખાતું ખૂલશે અને તમને પાસબુક આપવામાં આવશે.
કેમ કરશો રોકાણ ?
- સુરક્ષા : 100% સરકાર દ્વારા ગેરંટીવાળી યોજના.
- ઉચ્ચ વ્યાજ દર : 8.2% વ્યાજ દરથી લાંબા ગાળે મોટું ફંડ.
- સરળ પ્રક્રિયા : પોસ્ટ ઓફિસમાં થોડા દસ્તાવેજો સાથે સહેલાઈથી ખાતું ખૂલે છે.
Read more – Pashupalan Loan Yojana: ગાય-ભેંસ ખરીદવા સરકાર આપશે 10 લાખ સુધી લોન, મેળવો 35% સુધી સબસિડી