Vahali Dikri Yojana: ગુજરાત સરકાર દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તેમાંની સૌથી લોકપ્રિય યોજના છે વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana), જે 2 ઓગસ્ટ 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના ખાસ કરીને છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા, શાળા છોડવાનું પ્રમાણ ઘટાડવા અને લિંગભેદ દૂર કરવા માટે શરૂ કરવામાં આવી છે.
યોજનામાં કેટલો લાભ મળશે?
વ્હાલી દીકરી યોજના હેઠળ સરકાર તરફથી કુલ ₹1,10,000/- ની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે:
- દીકરી ધોરણ 1માં પ્રવેશ લે ત્યારે ₹4,000/-
- ધોરણ 9માં પ્રવેશ વખતે ₹6,000/-
- દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે સીધા જમા થનાર ₹1,00,000/-
આ રકમ સીધી દીકરીના બેંક ખાતામાં જમા થાય છે જેથી તેનો ઉપયોગ યોગ્ય કાર્યમાં થઈ શકે.
પાત્રતા ધોરણ
- અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જરૂરી
- પરિવારની વાર્ષિક આવક ₹2,00,000/- થી ઓછી હોવી જોઈએ
- યોજનાનો લાભ માત્ર પ્રથમ બે દીકરીઓને મળશે
- દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 બાદ થયેલો હોવો જોઈએ
- બેંક ખાતું ફરજિયાત હોવું જોઈએ
- આવકવેરો ભરનાર કે અન્ય સરકારી પેન્શન મેળવનાર કુટુંબ પાત્ર નહીં હોય
જરૂરી દસ્તાવેજો
- દીકરીનું જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતાનું આધાર કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ
- બેંક પાસબુક
- નિવાસ પ્રમાણપત્ર
- કુટુંબના તમામ બાળકોના જન્મ પ્રમાણપત્ર
અરજી કેવી રીતે કરવી ?
ઓનલાઇન અરજી: Digital Gujarat Portal (www.digitalgujarat.gov.in) પરથી અરજી કરી શકાય છે. VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા લોગિન કરીને અરજી દાખલ થાય છે.
ઓફલાઇન અરજી: ગ્રામ પંચાયતના e-Gram સેન્ટર, આંગણવાડી અથવા CDPO કચેરીમાંથી ફોર્મ મેળવી શકાય છે. તમામ દસ્તાવેજો સાથે ભરેલું ફોર્મ ત્યાં જમા કરાવવું પડે છે. ચકાસણી પછી પાત્ર લાભાર્થીને SMS દ્વારા માહિતી આપવામાં આવે છે.
Read more-LIC બીમા સખી યોજના 2025: મહિલાઓને દર મહિને મળશે 7,000 રૂપિયાની સહાય