રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના 2025: હવે દર મહિને મળશે રૂ.1250 સુધી સહાય, તરત જાણો વિગત

રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના 2025: હવે દર મહિને મળશે રૂ.1250 સુધી સહાય, તરત જાણો વિગત

Vridha Pension Yojana 2025: ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધ નાગરિકોના જીવનમાં આર્થિક સહારો મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમાંની એક મહત્વપૂર્ણ યોજના છે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (Vridha Pension Yojana 2025). આ યોજના અંતર્ગત વૃદ્ધોને દર મહિને નાણાકીય સહાય આપવામાં આવે છે જેથી તેઓ પોતાનું જીવન સરળતાથી જીવી શકે.

કોણ મેળવી શકે લાભ ?

આ યોજના માટે પાત્રતા ખૂબ જ સ્પષ્ટ છે:

  • લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • નામ BPL યાદીમાં હોવું જરૂરી છે (સ્કોર 0 થી 20 વચ્ચે).

કેટલી મળશે સહાય ?

  • 60 થી 79 વર્ષના વૃદ્ધોને દર મહિને રૂ. 1000 મળશે.
  • જ્યારે 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને રૂ. 1250 સહાય મળશે.

અરજી કયા સ્થળે કરવી ?

લાભાર્થી નીચેના માધ્યમથી અરજી કરી શકે છે:

  • તાલુકા/જિલ્લાની મામલતદાર કચેરીમાં રૂબરૂ અરજી.
  • જન સેવા કેન્દ્ર પરથી અરજી.
  • ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા અરજી.
  • ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે Digital Gujarat Portal નો ઉપયોગ કરી શકાય છે.

જરૂરી દસ્તાવેજો

આ યોજના માટે અરજી કરતી વખતે નીચેના ડોક્યુમેન્ટ્સ જરૂરી રહેશે:

  • ઉંમરનું પુરાવું (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ડૉક્ટરનું સર્ટિફિકેટ વગેરે)
  • BPL યાદીનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેન્ક/પોસ્ટ ઓફિસ ખાતાની નકલ

ફોર્મ ક્યાંથી મળશે ?

  • જિલ્લા કલેક્ટર કચેરી
  • મામલતદાર કચેરી
  • ગ્રામ પંચાયત (VCE મારફતે ઓનલાઈન અરજી)
  • ઉપરાંત Digital Seva Setu Portal પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે.

Read more-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top